હઝરત સાલિહ (અલૈ.) અને ઊંટણીનો મોઅ્‌જિઝો

હઝરત સાલિહ (અલૈ.)એ પોતાની યુવાનીના કાળમાં પોતાની કૌમને તવહીદનું આમંત્રણ આપવાનું શરૂ કર્યું અને બરાબર તેમાં જ મંડી પડ્યા, એટલે સુધી કે વૃદ્ધાવસ્થાની નિશાનીઓ શરૂ થઈ ગઈ.

હઝરત સાલિહ (અલૈ.)ના વારંવાર આગ્રહ કરવાથી તંગ આવીને તેમની કૌમે એ ઠરાવ્યું કે, તેમની પાસે કોઈ એવી માંગણી કરો જેને તેઓ પૂરી ન કરી શકે અને આપણે તેમનો વિરોધ કરવામાં સ્વતંત્ર થઈ જઈએ. માંગણી એ કરી કે, જો તમે વાસ્તવમાં અલ્લાહના રસૂલ છો તો અમારા ફલાણા પહાડ કે જેનું નામ ”કાતિબહ” હતું, તેની અંદરથી એક એવી ઊંટણી કાઢી આપો જે દશ મહિનાનો ગર્ભ ધારણ કરેલ સ્થિતિમાં હોય અને મજબૂત તથા તંદુરસ્ત પણ હોય.
હઝરત સાલિહ (અલૈ.)એ પ્રથમ તેમની પાસેથી વચન લીધું કે, જો હું તમારી આ માંગણી પૂરી કરી આપું તો તમે બધા મારા ઉપર અને મારા આમંત્રણ ઉપર ઈમાન લાવજો. જ્યારે બધાએ કરાર કરી લીધો ત્યારે હઝરત સાલિહ (અલૈ.)એ બે રકા’ત નમાઝ પઢીને અલ્લાહ તઆલાથી દુઆ કરી કે, ‘‘હે પરવરદિગાર ! તારા માટે તો કોઈ કામ મુશ્કેલ નથી તું તેમની માંગણી સંતોષી દે. દુઆ કરતાંની સાથે જ પહાડની અંદર ધ્રુજારી ઉત્પન્ન થઈ અને તેની એક મોટી શીલા ફાટી અને તેમાંથી એક ઊંટણી એ જ પ્રમાણે નીકળી આવી જેની માંગણી કરવામાં આવી હતી.

વઘુ વાંચો નીચેની ઇ-બુકમાં…

Download
Download

Leave a Reply

%d bloggers like this: