Site icon મઆરિફુલ કુર્આન ગુજરાતી

1. સૂરએ ફાતિહા

quran slider

quran slider

સૂરએ ફાતિહાને કુર્આન શરીફમાં ઘણી વિશેષતાઓ પ્રાપ્ત છે. કુર્આનનો આરંભ તેનાથી થાય છે, નમાઝ તેનાથી શરૂ થાય છે, અને નાઝિલ થવાના(ઊતરવાના) ક્રમમાં આ જ સૂરત સૌ પ્રથમ પૂરેપૂરી નાઝિલ થઈ હતી. સૂરએ ”ઇકરઅ્‌”, ”મુઝઝમ્મિલ” અને ”મુદ્દસ્સિર”ની અમુક આયતો ચોક્કસ તેનાથીપહેલાં નાઝિલ થઈ ચૂકી હતી, પરંતુ સંપૂર્ણ સૂરત સ્વરૂપે સેો પ્રથમ સૂરએ”ફાતિહા” ઉતારવામાં આવી છે, સહાબા (રદિયલ્લાહુ તઆલા અન્હુમ) દ્વારા સૂરએ ”ફાતિહા” સૌ પ્રથમ ઊતરવાના ઉલ્લેખનો અર્થ લગભગ એવો છે કે,અન્ય કોઈ સૂરત તેનાથી પહેલાં ”સંપૂર્ણ” ઊતરી ન હતી. કદાચ આ જ કારણથીઆ સૂરતનું નામ પણ ”ફાતિહતુલ કિતાબ” (કુર્આન શરીફની શરૂઆત કરનાર)રાખવામાં આવ્યું છે.

Download Skip to PDF content
Download
Exit mobile version