પ્રકાશકના બે બોલ

અલ્લાહ રબ્બુલ ઇજ્જતના દરબારમાં નિહાયત આજિઝાના દુઆએ મગફિરત ગુઝારું છું કે, જેણે મુજ નાચીઝને તેના દીનની સેવાઓ માટે કબૂલ કર્યો. અલહમ્દુલિલ્લાહ ! દીનની સેવાના કાર્યોનો વ્યાપ આંતરરાષ્ટ્રીય કક્ષાનો રહ્યો છે. મજલિસે ખુદ્દામુદ્દીન ઇન્ટરનેશનલ –યુ.કે. (જેની સ્થાપના હઝરત શૈખ મસીહુલ્લાહ જલાલાબાદી રહ.ના મશ્વરા અને દુઆઓથી થઈ હતી અને હાલ જેના સરપરસ્ત શયખુલ મશાઈખ હઝરત મવલાના કમરૂઝઝમાં સાહબ દા.બ. છે)ના પ્રમુખની હૈસિયતથી કમ્યુનિષ્ટોના પંજામાંથી છૂટા પડેલા રાષ્ટ્રો જેવા કે મોંગોલિયા, લાટવીયા, અલબાનિયા વગેરેમાં મસ્જિદ મદ્રસાઓ સ્થાપવાનો સર્ફ હાસિલ થયો. ઉપરાંત ઇન્ડિયામાં ફિત્નએ ઇરતિદાદના સંકટમાં સપડાયેલ રાજસ્થાન જેવા વિસ્તારોમાં પણ દીની મસાજિદ–મદારિસની સ્થાપના કરવાની તૌફીક અતા થઈ. કર્ણાટક ગુલબર્ગામાં દારુલ ઉલુમથી લઈ માદરે વતન ટંકારીઆમાં જામિઅતુલ બનાત જેવી અનેક દીની તા’લીમી સેવાઓ અલ્લાહ તઆલાના ફઝ્‌લથી મુજ નાચીઝને કરવાની તક મળી છે. ”જામિઅતુલ બનાત ટંકારીઆ”માં હાલ પ૦૦ જેટલી ઉમ્મતની દિકરીઓ દીની તા’લીમ હાસિલ કરી રહી છે. આ બધી દીની, તા’લીમી પ્રવૃત્તિઓ ઉપરાંત એક ક્ષેત્ર એવું છે જેમાં ખાસ પ્રવૃત્ત રહ્યો છું. સમાજમાં ફેલાતી ગલત અને બાતિલ વિચારસરણીથી ઉમ્મતને આગાહ કરવાનું, તેમનામાં સહીહ અકાઇદ અને સાચા દીને મુબીનને પહોંચાડવાનું અને બાતિલના દરેક પેંતરાઓને રોકવાનું અતિમહત્ત્વનું કામ પણ અલહમ્દુલિલ્લાહ હંમેશા નાચીઝની દીની પ્રવૃત્તિઓના એજન્ડામાં મુખ્ય મુદ્દો રહ્યો છે. આ જ અનુસંધાને મારી ઇલ્યાસભાઈ સાથે મુલાકાત થઈ અને અલહમ્દુલિલ્લાહ અમે સાથે મળી આ ક્ષેત્રમાં અનેક કામગીરી કરી છે અને કરી રહ્યા છે…….. વધુ વાંચો નીચેની ઈ–બુકમાં.

Download Download

 

 

2 comments

  1. *પ્રકાશક (પ્રિન્ટેડ કોપી) : હઝ. મવલાના ઈસ્માઈલ ભૂતા સા (દા.બ.)*
   મોહતમીમ : જામિઅતુલ બનાત ટંકારીઆ
   તા. જિલ્લા. ભરૂચ
   ફોન નં.ઃ (૦ર૬૪ર) ર૭૦૩૩૦ / ર૭૦૯૩ર

Leave a Reply

%d bloggers like this: