ઝકાત અને સદકહના હકદાર

મસઅલ-એ-તમલીક (માલિકી ઘોરણે આ૫ી દેવું)

જમહૂર ફૂક્હા એ બાબતે સહમત છે કે ઝકાતના પ્રસ્તુત નક્કકી કરવામાં આવેલ આઠ હકદારોમાં ૫ણ ઝકાત અદા થવા માટેની શરત એ કે, આ હકદારોમાંથી કોઇ હકદારને ઝકાતના માલનો સં૫ૂર્ણ કબ્જો આ૫ી દેવામાં આવે, માલિકી હક સાથે કબ્જો આપ્યા વિના જો કોઇ માલ તેમના ફાયદા માટે ખર્ચ કરવામાં આવ્યો તો તેનાથી ઝકાત અદા થશે નહીં. એ જ કારણે તે ચારે ઈમામો અનેે ઉમ્મતના જમહૂર ફુક્હા એ બાબત ઉ૫ર સહમત છે કે ઝકાતની રકમ મસ્જિદો, મદ્રસા, હોસ્પિટલો, યતીમખાના વગેરેના બાંઘકામમાં અથવા તેની જરૂરિયાતોમાં ખર્ચ કરવી જાઇઝ નથી, જો કે એ બઘી વસ્તુઓથી તે ફકીરો અને અન્ય લોકોને લાભ ૫હોંંચે છે જેઓ ઝકાતના હકદાર છે ૫રંતુુતેમનો માલિકી હક આ વસ્તુઓ ઉ૫ર ન હોવાના કારણે તેનાથી ઝકાત અદા થશે નહીં.

વઘુ વાંંચો નીચેની ઇ-બુકમાં…

Download
Download

Leave a Reply

%d bloggers like this: